Hun To Bolish : હું તો બોલીશ : મહેસાણામાં 'એર શો'
Hun To Bolish : હું તો બોલીશ : મહેસાણામાં 'એર શો'
મહેસાણાના ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે એર શો.. ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના આ એર શોને લઈને ઉત્તર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે....આવતીકાલે સવારે 9 વાગ્યાથી આકાશમાં શોર્ય અને કૌશલ્યનો દિલધડક રોમાંચક નજારો જોવા મળશે.....એર શોના એક દિવસ પહેલા 'સૂર્યકિરણ' ટીમે મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરીને વાતાવરણમાં રોમાંચ ભરી દીધો...ભારતીય વાયુસેનાના હોક Mk132 વિમાનોએ આકાશમાં કરેલા દિલધડક સ્ટંટ્સ અને એરોબેટિક્સ જોઈને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.... 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' 1996માં રચાઈ હતી અને તે એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે.....ટીમનું સૂત્ર 'સર્વદા સર્વોત્તમ' છે, જે તેમની ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે....આ ટીમ ભારતમાં 700થી વધુ પ્રદર્શન કરી ચૂકી છે....સાથે સાથે ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં પણ ભારતની શૌર્ય ગાથાને રજૂ કરી છે....મહેસાણામાં યોજાનારો આ શો માત્ર એક મનોરંજન નથી, પરંતુ યુવાનો અને દેશવાસીઓમાં ભારતીય વાયુસેના પ્રત્યે આકર્ષણ અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો એક પ્રયાસ છે.....આ મુખ્ય શોમાં 'સૂર્યકિરણ' ટીમના બહાદુર પાયલટ્સ ભારતમાં બનેલા નવ હોક Mk132 વિમાનોને ઉડાવશે....જે વિમાનો વચ્ચે ૫ મીટરથી ઓછા અંતરે રહીને આકર્ષક સ્ટંટ કરશે.....દર્શકોને લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા અનેક દિલધડક કરતબો જોવા મળશે....





















