શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ

Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 28 મેએ ગાંધીનગરના સોનીપતથી કરેલા હુંકાર બાદ  બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કરાયું.... રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ગુજરાત પોલીસનું મેગા સર્ચ ઓપરેશન.. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હેઠળ પોલીસે કાર્યવાહી કરી...  આ ઓપરેશન હેઠળ છેલ્લા બે દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરીને કૂલ 501 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.. 

રાજ્યના અલગ અલગ શહેરોમાં ક્રાઈમબ્રાન્ચ,  SOG સહિત પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કર્યું... રાજ્યમાં વિવિધ સ્થળોએ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટેની કવાયત હાથ ધરી... અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, કચ્છ, આણંદ, ભરૂચ, અરવલ્લી... આ તમામ જગ્યા પર ઓપરેશન ડેલ્ટા હંટ હેઠળ કાર્યવાહી કરાઈ....  શંકાસ્પદોને વીણી વીણીને વેરિફિકેશનની કીમગીરી કરાઈ.... અમદાવાદના ચંડોળામાં કાર્યવાહી બાદ અનેક શંકાસ્પદો અલગ અલગ વિસ્તારમાં વિખેરાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે....

સૌ પ્રથમ વાત અમદાવાદની... સ્થાનિક પોલીસ, ક્રાઈમબ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિત 45થી વધુ ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.. સર્ચ ઓપરેશન દરમિયાન 300થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.. જેમાંથી 41 પુરૂષ, 95 મહિલા અને 30 બાળકો સહિત 166 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા.. અમદાવાદ ગ્રામ્યમાં 64 બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનો ખુલાસો થયો....  નારોલ, વટવા, ઓઢવ, ઈસનપુર, દાણીલીમડા, સરખેજ અને નરોડા જેવા વિસ્તારોમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા.. તપાસમાં એ પણ ખુલાસો થયો કે ઝડપાયેલ બાંગ્લાદેશી મહિલાઓ મોટાભાગે સ્પા અને દેહવ્યાપારના કાળા કારોબાર સાથે સંકળાયેલી હતી.. જ્યારે પુરૂષો ટેલરિંગ અને કચરો વિણવા જેવી મજૂરી કામની આડમાં ગેરકાયદે વસવાટ કરતા... અહીંથી કમાણી કરીને આંગડીયા પેઢી અને સ્થાનિક એજન્ટો મારફતે નાણા બાંગ્લાદેશ મોકલતા હોવાનો પણ ખુલાસો થયો છે.. 
 --------
સુરતમાંથી પણ ઝડપાયા 84 બાંગ્લાદેશી.. SOG અને ક્રાઈમબ્રાન્ચની ટીમોએ સચિન, અમરોલી, કોસાડ, લિંબાયત, રાંદેર, પાંડેસરા,ભેસ્તાન, ઉના સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને 261 શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા... જેમની પૂછપરછ દરમિયાન 84 બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનો ખુલાસો થયો.. તપાસ પૂર્ણ થયા બાદ તમામને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.. તપાસમાં ખુલાસો થયો કે બાંગ્લાદેશીઓ વિવિધ ઓળખપત્રોના આધારે ભાડે મકાન રાખી રહેતા હતા.. તપાસમાં એ પણ ખુલાસો થયો કે બાંગ્લાદેશીઓ ગેરકાયદે રોડ માર્ગ, ટ્રેન અને હવાઈ માર્ગે સુરત પહોંચ્યા હતા.. પશ્ચિમ બંગાળમાં સક્રિય એજન્ટોના નેટવર્કથી તમામ બાંગ્લાદેશીઓ ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચતા હતા.. 
-------
 રાજકોટ પણ પોલીસે  ઓપરેશન ડેલ્ટા હંટ હાથ ધર્યું.. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં 25 ટીમો બનાવી રાત્રીના સમયે કાર્યવાહી કરી.. બાંગ્લાદેશથી આવેલા શંકાસ્પદ 450 લોકોનું લિસ્ટ પોલીસ પાસે હતું.... 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ..  અટકાયત કરાયેલા તમામ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના આધારકાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.. 
---------
તો વડોદરામાં પણ 200 જેટલા શંકાસ્પદોના દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા છે.. જેમાં સાત જેટલા લોકોના દસ્તાવેજો શંકાસ્પદ જણાતા અટકાયત કરવામાં આવી છે.. દસ્તાવેજોની ખરાઈ બાદ શંકસ્પદો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે.. 
--------
પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસે પાડ્યા દરોડા.. LCB, SOG અને ક્રાઈમબ્રાન્ચની અલગ અલગ ટીમોને સર્ચ ઓપરેશન હાથ ધર્યું.. જેમાં પૂર્વ કચ્છમાંથી 35 તો પશ્ચિમ કચ્છમાંથી સાત બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી.. તો ભરૂચમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને શંકાસ્પદોના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી.. 
------------
આણંદ અને અરવલ્લી જિલ્લામાં પણ LCB, SOG અને ક્રાઈમબ્રાન્ચની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.. આણંદમાંથી દસ્તાવેજોની ચકાસણી બાદ ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી.. તો અરવલ્લી જિલ્લામાંથી 13 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરીને જરૂરી આધાર પૂરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી છે.. 
------
મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરતા હોવાથી સિરામિક ઝોનમાં વિશેષ તપાસ કરાઈ.... 100 શંકાસ્પદની તપાસ કરાઈ..  હાલ બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે.... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget