Hun To Bolish : હું તો બોલીશ : દૂધનો ઉભરો ક્યારે ઠરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : દૂધનો ઉભરો ક્યારે ઠરશે ?
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં પાંચમા દિવસે પણ આક્રોશ યથાવત.. સાબરકાંઠાના જવાનપુર નજીક પશુપાલકોએ દૂધનું ટેન્કર રોકીને રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો.. તો આકોદરા ગામની દૂધ મંડળીઓ પણ સતત પાંચમા દિવસે બંધ રહી.. પશુપાલકો યોગ્ય ભાવફેર, ઘર્ષણ દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અને જીજવા ગામના મૃતક યુવકને ન્યાય મળે તેવી પોતાની ત્રણ માગ પર અડગ રહીને વિરોધ કરી રહ્યા છે.. પશુપાલકોની માગ છે કે 20 ટકા જેટલો ભાવફેર મળે તો જ તેમને પોશાય.. આ તરફ હાપા ગામના પશુપાલકોએ 200 લીટર દૂધનો પાક બનાવીને આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને પીરસ્યો.. દૂધ મંડળીઓ બંધ હોવાથી બાળકોને દૂધ પીરસવામાં આવ્યું.. પશુપાલકોના આક્રોશ વચ્ચે સાબરડેરીએ ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી... સાબર ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવફેરના 995 રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો... સાબર ડેરી પર આજે અલગ અલગ બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતુ.. જેમાં પ્રથમ બેઠકમાં સાબર ડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી.. જે બાદ સહકારી અને રાજકીય આગેવાનો, કિસાન સંઘના હોદ્દેદારો અને પશુપાલકોની મળી હતી... અગાઉ પશુપાલકોને 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો.. ત્યારે તફાવતના 35 રૂપિયા સાધારણ સભા બાદ પશુપાલકોને ચુકવવામાં આવશે.. સાબર ડેરીમાં ભાવફેર મુદ્દે નિયામક મંડળે નિર્ણય કર્યો છે.. ત્યારે હવે પોલીસે પણ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.. હાલ દૂધના ટેન્કરોને પોલીસ પાયલોટિંગ અને એસ્કોર્ટ કરીને હેરફેર કરવામાં આવી રહી છે.. ત્યારે જો કોઈ દૂધના ટેન્કરના વાલ્વ ખોલવા કે અટકાવવાનો પ્રયાસ કરશે તો પોલીસ ફરિયાદ દાખલ કરીને આકરી કાર્યવાહી કરશે.. સાબરકાંઠા એસપીએ જણાવ્યું કે સાબર ડેરી તરફથી કોઈ કાર્યવાહી કરાશે તો પોલીસ ગુનો નોંધશે..




















