Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન સિંદૂર, આતંકનો અંત
ઑપરેશન સિંદૂર. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા આ ઑપરેશન ચલાવવામાં આવ્યું. રાત્રે એક વાગ્યેને 5 મીનિટથી શરૂ થઈને રાત્રે એક વાગ્યેને ત્રીસ મીનીટ સુધી ચાલેલું ઓપેરેશન સિંદુર, એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિએ પહેલગામમાં આતંકવાદીઓ હૂમલામાં જીવ ગૂમાવ્યો. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળીને મોડી રાત્રે પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીના 9 ઠેકાણાંને ટાર્ગેટ કરી નષ્ટ કર્યા છે. આ ઠેકાણા પર વાયુસેનાના દસોલ્ટ રાફેલ જેટ્સની મદદથી સ્કેલ્પ મિસાઈલ અને હેમર પ્રિસિઝ મિસાઈલ વરસાવવામાં આવી. સ્કેલ્પ મિસાઈલ લાંબા અંતરની, ઓછી ઓબ્ઝર્વેબલ અને હવામાંથી જમીન પર પ્રહાર કરી શકે તેવી ક્રૂઝ મિસાઈલ છે. આ મિસાઈલ ભારતના 36 રાફેલ જેટમાં સ્થાપિત કરાઈ છે. તેની રેન્જ 250થી 560 કિ.મી. જેટલી છે. જ્યારે હેમર પ્રિસિઝ મિસાઈલ 50થી 70 કિલોમીટર દૂર હુમલો કરવામાં સક્ષમ છે. આ બંને મિસાઈલોથી દુશ્મનોના ઠેકાણાઓ પર કેવો વિનાશ સર્જાયો છે તેના ત્રણ દ્રશ્યો જોઈ લો.





















