Hun To Bolish : હું તો બોલીશ : પાણી સાથે ન રમશો રમત
ડાંગ જિલ્લાના કોષમાળ ગામે આવેલ ભેગું ધોધમાં એકાએક પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ અટવાયા. પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળતા હોય તેવો વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો. જિલ્લા વહીવટી પ્રશાસને નદી ધોધ નજીક ન જવા પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પ્રવાસીઓ ધોધ નીચે ગયા હતા અને ફસાયા
નાસિકના ડુગરવાડી ધોધમાં ફસાયેલા બાળકોનું સ્થાનિક યુવકોએ કર્યું દિલધડક રેસ્ક્યૂ.. 15 થી 10 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યાનો વીડિયો વાયરલ
ગઈકાલે સાબરકાંઠામાં સેલ્ફીના ચક્કરમાં એક યુવકે જીવ ગૂમાવ્યો. ભિલોડા તાલુકાના પાલ્લા ગામ પાસે આવેલા ઓડ ગામનો 18 વર્ષીય મેણાત અલ્પેશ પોતાના મિત્રો સાથે કણાદર ગામ પાસેના ડુંગરાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા ધરતીમાતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરતી વખતે, મંદિરના પાછળના ભાગમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વહેતા ધોધ પર ચડીને મોબાઈલમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.આ દરમિયાન ધોધ પાસેના પથ્થરો પર પુષ્કળ લીલ હોવાને કારણે અલ્પેશનો પગ લપસી ગયો. એકાએક તે વહેતા પાણીના ધોધમાં પડી ગયો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું.





















