Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને સલામ
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ પૂર્ણ થઈ....અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં મોટા કોમર્શિયલ ગરબાનું આયોજન થાય છે....જેમાં લાખોની સંખ્યામાં ખેલૈયાઓ રમઝટ બોલાવે છે ત્યારે ખૈલેયાઓ સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ રમી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું....પોલીસે ખડેપગે રહીને સુચારું આયોજન કર્યું....અમદાવાદમાં સુરક્ષિત નવરાત્રિનું આયોજન થાય તે માટે 11 હજાર પોલીસ સ્ટાફ, TRB અને સુરક્ષા દળ ખડેપગે તૈનાત રહ્યા...મહિલાઓ સુરક્ષિત રહે તે માટે 49 'SHE ટીમ' ટ્રેડિશનલ ડ્રેસમાં અલગ અલગ સ્થળોએ વોચ રાખી...મોટા ગરબા આયોજનોમાં વોચ ટાવર રખાયા...ફાર્મ હાઉસ, હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું....153 જેટલી પીસીઆર વાને સતત પેટ્રોલિંગ કર્યું....રાજકોટમાં 1048 પોલીસ કર્મી, 106 મહિલા પોલીસ કર્મી, હોમગાર્ડના 354 જવાનો અને SRPના 49 જવાનોએ ખડેપગે તૈનાત રહ્યા....વડોદરામાં પણ નવરાત્રિમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે અઢી હજાર CCTV કેમેરાથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું....2500થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં જોડાયા....સુરતમાં પણ 10 હજારથી વધુ પોલીસ કર્મી અને સુરક્ષા દળો ખડેપગે રહ્યા.....AI કેમેરાથી ગરબા સ્થળનું ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું....લાઈવ સ્ટ્રીમિંગથી ગરબા આયોજનમાં આવતા લોકો પર નજર રાખવામાં આવી....અલગ અલગ સ્થળે SHE ટીમ એન્ટી રોમિયો સ્કવૉડ તરીકે તૈનાત કરાઈ....અને CCTVનું જોડાણ CP ઓફિસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કરી સીધી નજર રાખવામાં આવી....





















