Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યમાં કેમ આવ્યું મીની વાવાઝોડું?
હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતના અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મીનિ વાવાઝોડાની જેમ પવન ફૂંકાયો. અમદાવાદમાં છેલ્લા એક દાયકાનું સૌથી મોટું ધૂળિયું વાવાઝોડું જોવા મળ્યું.. અમદાવાદના સાબરમતીથી સરખેજ સુધી તેજ પવન ફૂંકાયો. તો શેલા, શીલજથી ઓઢવ- નિકોલ સુધી ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. અમદાવાદમાં સમી સાંજે આંધી સાથે તોફાનના કારણે ઠેક-ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સો ધરાશાયી થયા. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ વરસ્યા. અમદાવાદના પાલડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો.. તો વેજલપુરમાં પણ પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું. ધૂળની ડમરીઓએ લગભગ એક કલાક સુધી અમદાવાદને બાનમાં લીધું. જેના કારણે ઓફિસથી છૂટીને પરત ઘરે ફરતા અનેક નોકરિયાતોને પરેશાની વેઠવી પડી.





















