Hun To Bolish : હું તો બોલીશ : રિ-કન્સ્ટ્રકશન કરવું તો પડ્યું!
ભાવનગરમાં રિ-કન્સ્ટ્રકશન તો આખરે કરવું તો પડ્યું
એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં પ્રસારિત કરેલા અહેવાલની ફરી એકવાર જબરદસ્ત અસર જોવા મળી. હું તો બોલીશમાં નબીરા પોલીસ પુત્રની કરતૂતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. આખરે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસે પણ રિ-કન્સ્ટ્રકશન કરવું તો પડ્યું. પોલીસ પુત્રને કોર્ટમાં રજૂ કરતા પહેલા પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ.. આરોપી હર્ષરાજસિંહ ગોહિલને નીલમબાગ પોલીસ ઘટનાસ્થળ પર લઈ લઈને કેવી રીતે અકસ્માત સર્જ્યો, અકસ્માત બાદ તે ક્યા ગયો હતો સહિતના અલગ અલગ માહિતી એકત્ર કરી. આ તરફ પોલીસે હર્ષરાજસિંહ ગોહિલ વિરૂદ્ધ BNSની કલમ 105નો પણ ઉમેરો કર્યો. કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે પોલીસ પુત્રને જેલહવાલે કરવાનો હુકમ કર્યો.





















