(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!
Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ગામમાં 200 વર્ષથી ભાતીગળ તરણેતરનો મેળો યોજાય છે...ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મેળો ભાદરવાની ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે...વાસુકી નાગની અને દેવપાંચાલ તરીકે જાણીતી આ પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને મેળા થકી ઉજાગર કરે છે...હુડા, હાજા અને મટકા રાસ તરણેતરના મેળાની ઓળખ છે ત્યારે આ તરણેતરના મેળામાં સંસ્કૃતિનું ચીર હરણ થયું છે....ભોજપુરી ગીતો પર અશ્લિલ ડાન્સનો વીડિયો તરણેતર મેળાનો વાયરલ થયો છે...જેમાં ફિલ્મી ગીતો પર યુવતીઓ અશ્લિલ ડાન્સ કરી રહી છે...જેની ઉપર કેટલાક લોકો નોટો ઉડાવી રહ્યા છે....દાવો છે કે, આ વાયરલ વીડિયો મોતના કુવા પાસેની રાઈડની ટિકિટ બારી પાસેનો છે...સમગ્ર મુદ્દે ચોટીલા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે..પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાનું કહેવું છે કે, વીડિયો અંગે કલેક્ટર તપાસ કરી રહ્યા છે..તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે..