Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?
વર્ષ 2018માં MBBS ઉત્તરવહી કૌભાંડમાં કોર્ટના આદેશ બાદ આખરે નોંધાઈ છે પોલીસ ફરિયાદ,HNGUના રજિસ્ટ્રારરે ફરિયાદ નોંધાવી છે. જેમાં ચાર વિદ્યાર્થી અને બે પરિક્ષા વિભાગના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામા આવી છે,ના છૂટકે સાત વર્ષ બાદ યુનિવર્સિટીને ફરિયાદ નોંધાવી પડી છે. 6 લોકોની સામે નામ જોગ ફરિયાદ થઇ છે,જેમાં 4 વિધ્યાર્થી છે તો 2 પરીક્ષા વિભાગમાં રોજમદારા કર્મચારી છે. ફરિયાદ જે વિદ્યાર્થીઓ છે તેમાન નામ છે પટેલ પરિમલ કુમાર અરવિદ ભાઈ,માહેસ્વરી પાર્થ અશોક કુમાર,કોડીયાતર રાજદીપ નાનજીભાઈ,કનુભાઈ ચૌધરી કે જે સિનિયર વિદ્યાર્થી છે,આ તો વાત થઇ વિદ્યાર્થીઓની હવે નામ પરીક્ષા વિભાગના રોજમદાર કર્મચારીના,દિવ્યભાઈ મહેશભાઈ પટેલ અને ,ઉદયકુમાર રમેશભાઈ ઓઝા આ તમામની સામે ફરિયાદ નોંધાઇ છે.. પરંતુ ફરિયાદ નોંધાવવામાં પણ કુલડીમાં ગોળ ભાંગ્યાની સ્થિતિ જોવા મળી છે. અદાલતના આદેશના કારણે દેખાવ પૂરતી ફરિયાદ નોંધાયાની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. ઉત્તરવહી કૌભાંડના મૂળ કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ થતો હોઇ તેવા પણ આરોપો લાગ્યા છે...તપાસમાં પૂરતા પુરાવા બાદ પણ યુનિ.ના તત્કાલિન સત્તાધીશોને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અનેક અહેવાલમાં તત્કાલિન વીસીની સામેલગીરી આવી ચૂકી છે બહાર. આ સમગ્ર મામલે ધારાસભ્ય કિરીટ પટેલે અદાલતમાં ગયા અને કેસ કર્યો બાદમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડને લઇ એબીપી અસ્મિતાએ મુદ્દો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાઈ હોવાના એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યા હતા પુરાવા. રજિસ્ટ્રારે માન્યું કે એબીપી અસ્મિતાના પ્રયાસથી થઈ કાર્યવાહી થઇ છે.





















