શોધખોળ કરો
Hun To Bolish : હું તો બોલીશ : આઉટસોર્સિંગમાં દૂષણ અનલિમિટેડ
Hun To Bolish : હું તો બોલીશ : આઉટસોર્સિંગમાં દૂષણ અનલિમિટેડ
રાજકોટ મહાનગરપાલિકા.....જ્યાં આઉટસોર્સ એજંસીને સોંપવામાં આવ્યો છે સફાઈકર્મીઓનો કોંટ્રાક્ટ.....મહાનગરપાલિકાના કોંટ્રાક્ટરની સામે ગંભીર આરોપો લગાવ્યા છે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ.......સામાન્ય રીતે સરકાર નક્કી ચૂકવણું એજન્સીને કરે અને એજન્સી જે-તે આઉટસોર્સ કર્મચારીને પગાર બેંક ખાતામાં જમા કરાવે.....પણ કામદાર યુનિયનના પ્રમુખનો આરોપ છે કે જે ડી અજમેરા નામની એજન્સી પગાર બેંક ખાતામાં જમા કરવાને બદલે કામદારોને રોકડમાં ચૂકવી કૌભાંડ આચરે છે.....તેમના આરોપો મુજબ કોંટ્રાક્ટર કાગળ પર ડમી સફાઈકર્મી બતાવે છે,જે હકીકતમાં કામ કરતા જ નથી એવા વ્યક્તિઓના નામે રૂપિયા લઈ કરોડોનું કૌભાંડ આચરે છે...સમગ્ મામલે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરી...મેયર નયનાબેન પેઢડિયાએ આરોપોને લઈને પ્રતિક્રિયા આપી કે રજૂઆત મળી છેતેના આધારે તપાસ કરીશું...જરૂર જણાશે તો જે ડી અજમેરા કોંટ્રાક્ટ એજંસી સમે કાર્યવાહી પણ થશે......
અમદાવાદ સુરત સિવિલ આઉટસોર્સિંગ ખર્ચ
આ તો વાત થઈ રાજકોટ મહાનગરપાલિકાની.....પણ રાજ્યમાં લગભગ તમામ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી ખાનગી એજન્સીઓ કરોડો કમાય છે.....ગુજરાત સરકારમાં અંદાજે સાડા ચાર લાખથી વધુ કાયમી કર્મચારીઓ છે....જેની સામે આઉટસોર્સિંગ , કરાર આધારિત કે રોજમદાર પર નોકરી કરતાં અંદાજે 7 લાખ જેટલા કર્મચારીઓ સરકારી કામકાજ કરી રહ્યા છે..... જેની પાછળ વર્ષે અંદાજિત 1000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓ અને એજન્સીને સરકાર ચૂકવે....આવા કર્મચારી માટે 12 હજારથી 22 હજાર સુધી પગાર નક્કી કરવામાં આવે છે. પરંતુ કર્મચારીઓને પૂરતો પગાર પણ ખાનગી કંપની દ્વારા ચૂકવવામાં આવતો ના હોવાની ફરિયાદ પણ વારંવાર ઉઠે છે...રાજ્યમાં સૌથી વધુ આરોગ્ય વિભાગ ખાનગી એજંસીઓને અંદાજે 475 કરોડ રૂપિયા ચૂકવે છે...... અમદાવાદ સિવિલમાં આઉટસોર્સિંગ કર્મચારીની સંખ્યા અઢી હજાર કરતાં પણ વધુ છે...તો સુરત નવી સિવિલ હૉસ્પિટલમાં પણ 1200થી વધુ આઉટ સોર્સિંગ કર્મચારીઓ છે...એટલું જ નહીં અમદાવાદ શહેરમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રૂ. 75 કરોડ 47 લાખ 88 હજાર 212 તેમજ સુરત શહેરમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રૂ. 33 કરોડ 60 લાખ 7 હજાર 909 નો ખર્ચ કરવામાં આવ્યો.....
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
આગળ જુઓ




















