Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'
શક્તિપીઠ અંબાજીમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. 4 નવેમ્બરે 15 વર્ષની સગીરા તેના મોટા પપ્પાના ઘરે જવા માટે ગબ્બર સર્કલ પાસે રિક્ષાની રાહ જોઈ રહી હતી. ત્યારે અંદાજે રાત્રે 8 વાગ્યે લાલા પરમાર નામનો ઓળખીતો શખ્સ બાઈક પર આવ્યો અને કામનું બહાનું આપી સગીરાને બાઈક પર બેસાડી છાપરી રોડ લઈ ગયો. છાપરી રોડ પર બાઈક ઉભું રાખ્યું ત્યાં પહેલાથી કેટલાક 5 જેટલા અજાણ્યા શખ્સો ઉભા હતા. ત્યારબાદ તેઓ સગીરાનું મોઢું દબાવી ઝાડીઓમાં લઈ ગયા. સગીરા બૂમો ના પાડે એ માટે તેના મોઢામાં ડૂચો લગાવી દેવામાં આવ્યો. અને ઝાડીઓમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરા બેભાન થઈ જતા ગબ્બર પાસેના રોડની સાઈડમાં મૂકી આ તમામ નરાધમો ફરાર થયા. સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. વાવ વિધાનસભાની ચૂંટણી વખતે જ જિલ્લામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાને લઈ રાજનીતિ ગરમાઈ છે...





















