Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષણ પાછળ ખર્ચ એ જ સમાજનો ઉદ્ધાર
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી SC-ST એકતા મંચે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ સમાજના રાજ્યભરમાં જરૂરિયાતમંદ 17 હજાર જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. આજે 4 હજાર બાળકોને શિક્ષણ કિટ આપવામાં આવી. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે,સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ શિક્ષણને પ્રાધાન્ય આપતો થાય તે હેતુથી આ શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યુ. આવતા વર્ષે એક લાખથી વધુ શૈક્ષણિક કિટ વિતરણ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે..
પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમાજના દાતાઓના અનુદાનથી સંત સદારામ કન્યા લાઈબ્રેરી બનાવવામાં આવી. જેનું ઉદ્ધાટન આજે સમાજના સંતો મહંતો અને રાજકીય સામાજીક આગેવાનો સહિત દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ લાઈબ્રેરીમાં સમાજની 47 દીકરીઓ એકીસાથે વાંચન કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સમાજના દાતાઓએ આ લાઈબ્રેરીના નિભાવની જવાબદારી સ્વીકારી છે. જેના કારણે ઠાકોર સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે. જો કે, આ પ્રસંગે ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા .તેમણે ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા ટકોર કરી. ન માત્ર ટકોર કરી પણ દાતાઓને શિક્ષણ માટે દાન કરવા અપીલ કરી. ગેનીબેને તો જાહેર મંચ પરથી સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ઠાકોર સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર નહીં થાય ત્યાં સુધી સમાજના શિક્ષણનું સ્તર ઉંચું નહીં આવે...





















