Hun To Bolish : હું તો બોલીશ : સુરીલી સવારી, ST અમારી
Hun To Bolish : હું તો બોલીશ : સુરીલી સવારી, ST અમારી
એસટી અમારી સલામત સવારીના સુત્રો સાથે દિવાળીના તહેવારોમાં STની અદભુત કામગીરી રહી...ખાનગી ટ્રાવેલની હરીફાઈ વચ્ચે પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે એસટી વર્ષોથી સેવા બજાવી રહી છે....છેલ્લા કેટલાક વર્ષોમાં એસટીની કાયાપલટ થઈ છે....અને સુવિધા સભર નવી વોલ્વો જેવી બસો પણ આવી છે.....આ દિવાળી પૂરતી જ વાત કરીએ તો....14 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધીમાં કુલ 8,188 એકસ્ટ્રા ટ્રીપ કરવામાં આવી....રોજની 1500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી...જેનો 3 લાખ 67 હજાર મુસાફરોએ લીધો લાભ....અને 7 કરોડ 10 લાખ રૂપિયાની એસટી વિભાગને આવક થઈ......
અનેક મર્યાદાઓની વચ્ચે એસટીની પરિવહન સેવામાં ઘણો સુધારો પણ થયો....અને આ સુધારા પાછળ સૌથી મોટી ભૂમિકા હોય તો એસટી વિભાગના કર્મચારીઓની છે....કેમ કે, આ કર્મચારીઓએ વાર તહેવારોએ પરિવારની ચિંતા કર્યા સિવાય...રાત દિવસ એક કર્યો છે....માત્ર ડ્રાઈવર એટલે ડ્રાઈવિંગ કરવું અને કંન્ડક્ટર એટલે બસની ટિકિટ કાપવી અને બસ રોકવા અથવા ઉપાડવા બેલ બજાવવા પૂરતું જ નહીં પણ એસટી તરફ યાત્રીઓને આકર્ષિત કરવા અનેક પ્રયાસ કર્યા છે.....જે પૈકીના ઉદાહરણ રૂપ પ્રયાસ આપની સામે લઈ આવ્યો છું.....
બસની અંદર ધાર્મિકતા અને પવિત્રતા જાળવી દર્શનાર્થીઓને આકર્ષવાના એક કંડક્ટરના પ્રયાસની વાત તો કરીશું પણ તે પહેલા વાત કરી લઈએ એક એવા ડ્રાઈવરની જે યાત્રીઓને ન માત્ર એસટીમાં મુસાફરી કરવા માટે આકર્ષિત કરે છે પણ વિરામના સમયે બસમાં કે ડેપોમાં સૂર રેલાવી યાત્રીઓનું મનોરંજન કરે છે....સાથે જ યાત્રીઓનો થાક પણ ઉતારે છે....દેવગઢબારિયા ડેપાના ડ્રાઈવર એવા ગુલાબસિંહ ચૌહાણ પોતાની સાથે માઈક અને સ્પીકર રાખે છે....અને પછી જ્યારે જ્યારે સમય મળે અને જે સુર રેલાવે છે તેનો લાભ તો માત્ર એ યાત્રીઓને જ મળ્યો હશે પણ આજના દિવસે આપણે પણ એ સૂરીલી સફરમાં ઘેર બેઠા બેઠા થઈએ સામેલ....
સૂરોની સફરની સાથે સાથે એક એવા કંડક્ટર જેઓ નડિયાદથી સારંગપુરની બસમાં સેવા આપે છે....બસને શણગારવી, પ્રસાદનું વિતરણ કરવું...સાથે જ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં યાત્રીઓના સેવક બની કષ્ટભંજન દેવના દર્શને લઈ જવાની જવાબદારી નિભાવનારા કન્ડકર સંદિપભાઈ બારોટ...તેમની સાથે વિસ્તારથી વાત કરીશું....તે પહેલા આ કાર્યક્રમનું ટાઈટલ સૂરીલી સવારી, એસટી અમારી જેમના કારણે અપાયું તેવા ગુલાબસિંહ સાથે કરી લઈએ વાત.....




















