Hun To Bolish : હું તો બોલીશ : સિંહ દર્શનના નામે નહીં ચાલે ફ્રોડ
સિંહ દર્શનના રજીસ્ટ્રેશનના નામે કયા પ્રકારનો ફ્રોડ ચાલે છે? ગઈકાલે અમે રિયાલિટી ચેક કરીને તમને બતાવ્યું હતું અને અમારો આ જ પ્રયાસ હતો સરકાર સુધી એ વાત પહોંચાડવાનો. સરકાર સુધી એ વાત પહોંચી ગઈકાલે મારી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સાથે પણ વાત થઈ હતી. આજે એ જ પ્રકારે રાજ્ય વન પર્યાવરણના રાજ મંત્રી સાથે પણ વાત થઈ. અને મને જે જાણકારી મળી છે એ પ્રકારે વિભાગને તપાસના આદેશ અપાઈ ગયા છે. જે પ્રકારે ઓનલાઇન ખેલ ચાલી રહ્યો છે એની સાયબર સેલ દ્વારા તપાસ થશે. સાથે જ જેટલા પણ ખોટા રજીસ્ટ્રેશન થયા છે, જે કેન્સલ કરીને નવા ઉમેરે છે, એના ઉપર બ્રેક લગાવવાનું પણ નક્કી કર્યું છે. સાથે તપાસમાં પ્રાથમિક તપાસમાં એ પણ આવ્યું છે કે એક જ IP એડ્રેસથી, એક જ નંબરથી 100- 100 રજીસ્ટ્રેશનો થયા છે. કુલ મળીને આ પર્દાફાશ જરૂરી હતો, અમે પ્રયાસ કર્યો. સરકારે શરૂઆત કરી છે આ ફ્રોડ ટોળકીને ખુલ્લા પાડવાની, પણ હાથ જોડીને વિનંતી છે, તમારા જ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ આમાં જોડાયેલા છે, એમનું કાર્ટેલ છે અને કાર્ટેલ બચાવવાનો કોઈ ઉચ્ચ અધિકારી પ્રયાસ ના કરે ને, વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ અને રાજ્યમંત્રી ધ્યાન રાખે ને, તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, બાકી આ દર્શનના નામે રોકડી દર્શન યથાવત રહેશે.
એબીપી અસ્મિતાની જાણકારી મુજબ મોબાઈલના એક નંબર પરથી 100 પરમીટ બુક થઈ છે. જેમાં નામ બદલાવી, આધારકાર્ડ બદલાવી બ્લેકમાં પરમિટ બુક થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ કૌભાંડની વનપર્યાવરણ મંત્રીને ખબર પડતા તેમણે સૂચના આપી છે કે, જે ટિકીટ બુકીંગ બીજાને આપી દેવાના ઈરાદે થઈ હોય અને જે ટિકીટ બુક કરાવી છે તેમાંથી એક પણ ટિકીટ કેન્સલ નહીં થાય. જેથી જેણે ખોટા નામ અને ખોટા નંબરથી પરમિટ બુક કરાવી હતી તે કોઈ ખેલ નહીં કરી શકે, ફ્રોડ નહીં કરી શકે.





















