Hun To Bolish : હું તો બોલીશ : સિંહોના મોત પર દોડતી થઈ સરકાર
ABP અસ્મિતાના અહેવાલ બાદ અમરેલીમાં બાળસિંહના મોતને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો. 3-3 સિંહ બાળના મોતના સમાચાર બાદ સ્થાનિકોમાં આક્રોશ છે. નેતાઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે આપણી ચેનલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અમરેલીમાં ધામા નાખ્યા છે. ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર રામરતન નાલા સહિત અન્ય અધિકારીઓએ પહેલા જાફરાબાદ રેંજ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેંટરની મુલાકાત લીધે છે. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહો બીમાર છે તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. સિંહોના મોત અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ અનુસાર, એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.





















