Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમ
કચ્છના રાપરમાં મોબાઈલ ગેમના ઝઘડામાં 13 વર્ષીય સગીરની હત્યા કરી દેવાઈ..રાપરના બેલા ગામમાં મૃતક અને તેના ત્રણ મિત્રો નિયમિત રીતે મોબાઈલમાં ફ્રી-ફાયર ગેમ રમતા. ગેમની ID બાબતે ઝઘડો થયો. મૃતકે આરોપીઓને ID આપવાની ના પાડી. જેથી તેના મિત્રોએ બદલો લેવાનું નક્કી કર્યું. અને પૂર્વ આયોજિત કાવતરા મુજબ મૃતકને બગીચા પાસે બોલાવ્યો હતો. જ્યાં એક સગીર આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને અન્ય બે આરોપીએ છરી વડે ગળા અને પેટના ભાગે ઘા ઝીંકી હત્યા કરી નાખી. ત્યારબાદ ત્રણેય આરોપી ભાગી ગયા. પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા અને ત્રણેય સગીરની અટકાયત કરી.
મોબાઈલમાં સ્ટેટસ રાખવા મુદ્દે રાજકોટના વડાળી નજીક યુવકની હત્યા થઈ. ભરત મુછડીયા નામના યુવાનની તેના જ પિતરાઈ સગીર ભાઈએ હત્યા કરી. રવિવારે રાત્રે ભરત પોતાના ઘર પાસે હતો.. ત્યારે જ સગીર ભાઈએ ત્યાં આવીને મોબાઈલમાં સ્ટેટસ રાખવાને લઈને ઝઘડો કર્યો. ભરત કઈ સમજે તે પહેલા જ સગીરે છરીથી હુમલો કરી દીધો. હુમલામાં લોહીલુહાણ હાલતમાં ભરતને સારવાર માટે હોસ્પિટલ તો ખસેડાયો. પરંતુ યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું. પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે.

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
