Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લો
હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈ વે પર સ્થાનિકો અને વેપારીઓએ કર્યો ચક્કાજામ. લાંબા સમયથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે મોતીપુરા અને સહકારી જીન ચોકડી પાસેના ઓવરબ્રિજનું કામ પાછલા પાંચ વર્ષથી મંથરગતિએ ચાલી રહ્યું છે. 25થી વધુ ગામડાઓને આ ઓવરબ્રિજ હિંમતનગર સાથે જોડે છે. જોકે હાઈવે પર કામ ચાલતુ હોવાના કારણે ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ સર્વિસ રોડ પર કમરતોડ ખાડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અનેકવાર રજૂઆત છતાં સર્વિસ રોડનું સમારકામ ન થતા રોષે ભરાયેલા લોકોએ હાઈ વે બ્લોક કરી ચક્કાજામ કર્યો. જેને લઈને પોલીસ સ્થળ પર દોડી આવી અને વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી..





















