Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચર
અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા જે આજે પોતપોતાના વતને પહોંચ્યા તે પૈકીના 33 ગુજરાતીઓ, અમેરિકા વાયા અમૃતસર અને ત્યારબાદ પોતાના વતન પહોંચ્યા. પરંતુ આ મુદ્દો સંસદમાં ગૂંજ્યો. જેનું કારણ છે આ વિડિયો... યુએસ બોર્ડર પેટ્રોલ માઈકલ બેન્સે ટવીટ કરેલો આ વિડિયો જુઓ જેમાં ભારતીયોને કેવી રીતે ડીપોર્ટ કર્યા તેના દશ્યો છે. એ ભારતીયોના હાથમાં હથકડ અને પગમાં બેડી છે. સ્વાભાવિક રીતે આ વિડિયો તમામ માટે કષ્ટદાયક હતો.
લોકસભામાં કૉંગ્રેસ સહિતના વિપક્ષે આ મુદ્દે ચર્ચા માટે માગ કરી, સાથે જ ભારતીયોના અપમાન મુદ્દે લોકસભામાં હંગામો મચાવ્યો... લોકસભાને થોડીવાર માટે સ્થગિત કરવી પડી. .. લોકસભા સ્થગિત થયા બાદ રાહૂલ ગાંધી , પ્રિયકાં ગાંધી, ખડગે અને અખિલેશ યાદવ સહિતના વિપક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા હાથમાં પ્લેકાર્ડ રાખી અમેરિકન સરકારની કાર્યવાહીનો જબદરસ્ત વિરોધ કર્યો..





















