Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયામાં ફરી હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયા પણ રદ કરાઈ. અગાઉ કુલપતિ વી.પી.ચોવટિયાના પૂત્રવધુની માલિકીની જે.પી.વેન્ચર કંપનીની પસંદગી કરાતા વિવાદ થયો હતો. પ્રથમવાર ટેન્ડરિંગ પ્રક્રિયામાં 253 કંપનીઓએ ટેન્ડર ભર્યું હતું. જેમાં 252 કંપની ડિસ્કવોલિફાઈડ થઈ હતી અને એક માત્ર કુલપતિ વી.પી.ચોવટિયાની પૂત્રવધુની જે.પી.વેન્ચર કંપની જ ક્વોલિફાઈડ થઈ હતી. જેથી વિવાદ થયો હતો. પરિવાર વાદનો આરોપ લગાવી મનોજ ચુડાસમા નામના અરજદારે પ્રધાનમંત્રી કાર્યાલય સહિતનાને લેખિતમાં અરજી કરી અને બે કરોડ 46 હાજર 47 હજારથી વધુના અપાયેલા ટેન્ડરની તલસ્પર્શી તપાસની માગ કરી હતી. સમગ્ર મુદ્દે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ કંપનીને ડિસ્ક્વોલિફાઈડ કરાઈ હતી. વિવાદ વધતા જે.પી. વેન્ચર કંપનીએ પણ યુનિવર્સિટીને ઈ-મેઈલ મારફતે ટેન્ડરથી પીછેહઠની ઈચ્છા દર્શાવી હતી.





















