Hun To Bolish : હું તો બોલીશ : વિકાસ આડે હપ્તારાજ?
ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલને હુડકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. જેને લઈને તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ પાટણમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કે.સી. પટેલે પાટણ પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. તેમનું કહેવું હતું કે, પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી 500થી 1000 રૂપિયાનો હપ્તો વસૂલે છે. આ કારણે બહારના વાહન ચાલકો પાટણમાં આવતા નથી. વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી અને મહેસાણા જેવા કેન્દ્રોમાં જાય છે. આના કારણે પાટણમાં ધંધા-રોજગાર આગળ વધી શકતા નથી. આવો સાંભળી લઈએ કે.સી પટેલનું એ નિવેદન.
આ મુદ્દે પાટણ વેપારી એસોસિએશનના પ્રમુખનું પણ અમે નિવેદન લીધું. તેમનું કહેવું હતું કે, પાટણમાં છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો ઓછા આવે છે. મંદીનો માહોલ છે. આ વાત ક્યાંક તેને અસર કરતી હશે.
કે.સી.પટેલે લગાવેલા આરોપો પર પાટણ એસપીએ પ્રતિક્રિયા આપતા તપાસ કરવાની ખાતરી આપી. એસપી વી.કે.નાઈએ પ્રતિક્રિયા આપી કે નિયમોનું પાલન કરાવવા અને લોક જાગૃતતા માટે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવતી હોય છે.. કે.સી.પટેલના નિવેદનને ધ્યાનમાં લઈને તપાસ કરવામાં આવશે.





















