Hun To Bolish : હું તો બોલીશ : વિવાદો શરૂ?
નર્મદાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયતન પ્રમુખ સંજયભાઈ વચ્ચે થઈ મારામારી. તાલુકા સંકલનની બેઠકમાં સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય ચૈતર વસાવાએ અપશબ્દો બોલતા સંજય વસાવા વચ્ચે પડતા ચૈતર વસાવાએ થપ્પડ મારી હોવાનો આરોપ લગાવ્યો. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા. જ્યાં ચૈતર વસાવા અને આપના કાર્યકર્તાની પોલીસ સાથે બબાલ થઈ તે જોઈ લઈએ
ચૈતર વસાવાની અટકાયત કરીને રાજપીપળા લઈ જતા સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ જોરદાર ઘર્ષણ થયુ. બાદમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડાથી મોટા પોલીસ કાફલા સાથે રાજપીપળા લઈ જવામાં આવ્યા. AAP અને ભાજપના કાર્યકર્તાઓ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જો કે, ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે પોલીસ તેમને કોર્ટમાં નહોતી જવા દેતી. આ મુદ્દે ગોપાલ ઈટાલિયા અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ તે સાંભળી લઈએ





















