Ahmedabad Crime | ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો ફોન | કહ્યું, ઘરમાં લૂંટારા ત્રાટક્યા છે
અમદાવાદ | ઓગણજ નજીક લપકામણ પાસે લુંટનો બનાવ બન્યો છે. સ્પર્શ બંગ્લોઝના પાંચ જેટલા બંગ્લામાં ત્રાટક્યા લુંટારૂ ત્રાટક્યા હતા અને અંદાજે પંદરથી વીસ લાખ રૂપિયાની લુંટ કરી લુંટારા થયા ફરાર. વૃધ્ધાને હથિયાર બતાવી ધમકી આપી ચલાવી લુંટ. વૃદ્ધાને હથિયાર બતાવી લૂંટારીએ ધમકી આપી હતી કે બોલશો તો મારી નાંખશું તમને. આ પછી મોઢા પર ડૂચો મારી દીધો હતો અને લૂંટ ચલાવી હતી. રોકડ ,દાગીના અને મોબાઈલની લુંટ ચલાવી છે. સાંતેજ પોલીસે લુંટના બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અંદાજે 20 લાખ રૂપિયા જેટલી લૂંટ થઈ હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે, ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ ફોન આવ્યો હતો અને જણાવાયું હતું કે, બંગલામાં કોઈ ઘૂસ્યું છે. આ પછી લૂંટારા ત્રાટક્યા હોવાની વિગતો સામે આવી હતી. એટલું જ નહીં, એક યુવતીએ તો જણાવ્યું હતું કે, તે જાગી જતાં તેને કોઈ ઘરમાં હોવાનો અહેસાસ થયો હતો. જોકે, બાદમાં તે સૂઈ ગઈ હતી કે પછી તેને બેભાન કરી દેવાઈ હતી, તેની કોઈ ખબર ન રહી હોવાનો દાવો પણ કર્યો હતો.