Ahmedabad Crime : અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ
Ahmedabad Crime : અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ
અમદાવાદના બોપલમાં 17 વર્ષની સગીરા સાથે સિક્યુરીટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાની ફરીયાદ, લિફ્ટમાં સગીરાને બળજબરીથી ધાબા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરીયાદ .. બોપલ પોલીસે સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી વિનોદ રામહરી જાટવ છે. આ 22 વર્ષીય આરોપી પર 17 વર્ષ ની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આરોપ છે.. ઘટનાની વાત કરીએ તો બોપલ વિસ્તારમાં આવેલી હાઈપ્રોફાઈલ ફ્લેટમાં આરોપી સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.. આ ફ્લેટમાં ઘરઘાટી તરીકે કામ કરતી મહિલાની સગીરવયની દીકરી માતાની જગ્યાએ ઘરકામ કરવા ફ્લેટમાં આવી ત્યારે આરોપી વિનોદ જાટવની નજર દીકરી પર બગડી હતી. સગીરાની એકલતાનો લાભ લઈને આરોપીએ સગીરાનો પીછો કર્યો અને લિફ્ટમાં તેની સાથે ગયો..સગીરા સાતમા માળે લીફ્ટમાંથી બહાર નીકળવા ગઈ તો આરોપીએ તેને અટકાવી દીધી અને બળજબરીથી લિફ્ટમાં ધાબા પર લઈ ગયો.. સગીરાના દુપટ્ટાથી જ તેના હાથ બાંધીને તેની પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાઈ છે. અને શાંતીપુરા નજીક પોતાના ઘરે જતો રહ્યો હતો.. બોપલ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીને તેના ઘર નજીકથી ઝડપી લીધો..





















