Ahmedabad: રોંગ સાઈડ વાહન ચલાવશો તો હવે આવી બનશે..જુઓ એબીપીનું રિયાલિટી ચેક
Ahmedabad: રોંગ સાઈડ વાહન ચલાવશો તો હવે આવી બનશે..જુઓ એબીપીનું રિયાલિટી ચેક
રોંગ સાઈડમાં વાહન ચલાવતા પહેલા ચેતી જજો.. હવે કોઈ બહાનું નહીં ચાલે રોંગ સાઈડ જતા વાહનચાલકોનું વાહન જપ્ત થવાનું હવે નક્કી છે...
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની છે. હાઇકોર્ટની તાકીદને પગલે, અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઇકોર્ટે તાકીદ કરી છે. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક વાહન જપ્ત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.















