શોધખોળ કરો
ગાંધીનગરના અડાલજમાં કોલ સેન્ટર ઝડપાયું, મકાન ભાડે રાખી આઠ લોકો ચલાવતા હતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર
અગોરા મોલની પાછળ બાલાજી અગોરા રેસિડેન્સિમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલસેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. List flex lead buyers નામની વેબસાઇટ પરથી અમેરિકન નાગરિકોના પર્સનલ ડેટા મેળવતા હતા. ટેક્સ નાઉ એપ્લિકેશન દ્વારા કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગુગલ પે કાર્ડ નંબર મેળવીને વિદેશી નાગરીકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 2 મુખ્ય સુત્રધારો સહિત 7 યુવાનોને ઝડપી લીધા છે. આ ઉપરાંત તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ 2.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ





















