Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
અમદાવાદના ધોળકામાંથી છ મહિનાની બાળકીના અપહરણની તપાસમાં થયો મોટો ખુલાસો. 30 જુલાઈના રોજ મુળ રાજસ્થાન અને ધોળકામાં મજુરી કામ કરતા પરિવારની છ મહિનાની બાળકીનું અપહરણ થયુ હતુ. સીસીટીવી ફુટેજની તપાસના આધારે અપહરણકારો ટ્રેનમાં બાળકીને હૈદરાબાદ લઈ જતા જોવા મળ્યા હતા. પોલીસે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન પરથી ચાર આરોપીને ઝડપી પાડ્યા. બિનલ, મનીષા, જગતાપ નામના આરોપીઓની ધરપકડ કરી. તમામ આરોપીઓ સોશલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે બાળકીને હૈદરાબાદની એક વેપારીને દોઢ લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. આરોપીઓએ અત્યાર સુધીમાં પાંચ બાળકોની તસ્કરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.. જેમાંથી એક બાળકને મુંબઈ જ્યારે ત્રણ બાળકોને હૈદરાબાદમાં વેંચ્યા છે.. આરોપી મહિલા મનીષા અને બિનલ તમિલનાડુ અને મધ્ય પ્રદેશમાં એગ ડોનેટ કરવા ગયા હતા. જે બાદ મનિષા નામની મહિલા આરોપીએ બાળક ચોરીનો પ્લાન બનાવ્યો હતો.



















