Ahmedabad Protest : અમદાવાદમાં પૂર્વ સૈનિકોનું વિરોધ પ્રદર્શન, મંજૂરી ન હોવાથી કરાયા ડેટેઇન
Ahmedabad Protest : અમદાવાદમાં પૂર્વ સૈનિકોનું વિરોધ પ્રદર્શન, મંજૂરી ન હોવાથી કરાયા ડેટેઇન
મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગર બાદ પૂર્વ સૈનિકો અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શાહીબાગ આર્મી હોસ્પિટલ પાસે વિરોધ પ્રદર્શન. વિવિધ માંગણીઓને લઈને પૂર્વ સૈનિકો 22 દિવસથી ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. સરકારી ભરતીમાં 10% અનામતની જગ્યા સંપૂર્ણ ભરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન છેલ્લા 22 દિવસથી થઈ રહ્યું છે. આજે સવારે ગાંધીનગરમાં પોલીસે પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી. છેલ્લા 22 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં પૂર્વ સૈનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું. શાહીબાગ આર્મી હોસ્પિટલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઓપરેશન અનામત આંદોલન છેલ્લા 22 દિવસથી ગાંધીનગરમાં ચાલતું હતું, પરંતુ આજે આ માજી સૈનિકોએ મહારેલી યોજી હતી, પરંતુ પરવાનગી નહોતી લીધી, એવી માહિતી મળતા તે લોકોને ડીટેન કરવામાં આવ્યા હતા. 50 જેટલા માજી સૈનિકોને ડીટેન કરવામાં આવ્યા હતા.





















