Gujarat Heatwave : અગનગોળામાં ફેરવાયું ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનો કહેર
Gujarat Heatwave : અગનગોળામાં ફેરવાયું ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનો કહેર
Gujarat Weather: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો અનેક શહેરમાં 43ને પાર જતાં લોકો અગનવર્ષોનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપનમાનનો પારો પાંચ ડિગ્રી ઉંચે જતાં સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને છોડીને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે.
પ્રચંડ ગરમીથી અગનગોળામાં ગુજરાત ફેરવાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઇને ચેતાવણી જાહેર કરી છે. કચ્છમાં આજે પણ ગરમીને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું તો સુરેંદ્રનગરમાં 44 ડિગ્રી, અમદાવાદમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, મોરબીમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા,પાટણમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જૂનાગઢ, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગરમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે.
ભીષણ ગરમીના કારણે ગરમીથી બચવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતા હોવાથી બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની રહ્યાં છે. હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતમાં આકારી ગરમી પડશે, 10 બાદ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાપથી થોડા ઘણા અંશે રાહત મળશે. જો કે બીજી તરફ 13 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જતા અકળાવી દેતી ગરમીની શરૂઆત થશે, આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદના કોઇ એંધાણ નથી.




















