Sabarmati River: અમદાવાદમાં દિન પ્રતિદિન પ્રદુષિત થઈ રહેલી સાબરમતી નદીને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
અમદાવાદમાં દિન પ્રતિદિન પ્રદુષિત થઈ રહેલી સાબરમતી નદીને લઈને હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા. જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટ, જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકાના સોગંદનામાને લઈને કોર્ટે ઔદ્યોગિક એકમો, મહાનગરપાલિકા અને જીપીસીબીને ચેતવણી આપી. ટકોર કરતા હાઈકોર્ટે કહ્યું કે ઔદ્યોગિક એકમો નદીનું શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે, જેના બદલામાં પ્રદુષિત પાણી નદીમાં જ છોડે છે.. ઔદ્યોગિક એકમોએ એ જ પાણી શુદ્ધ કરીને નદીમાં ઠાલવવું પડશે.. આ અંગે હાઈકોર્ટે સરકાર અને સંબંધિત સત્તાધીશોને તાત્કાલિક પગલા લેવા સૂચના આપી છે. સાથે જ હાઈકોર્ટે નદીમાં છોડાતા પ્રદુષિત પાણીમાં વધતા જતા સીઓડીના પ્રમાણ અને ઘટતા જતા બીઓડીના પ્રમાણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. સરકારના અહેવાલનો ઉલ્લેખ કરતા હાઈકોર્ટે જણાવ્યું કે સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર ગંભીર છે.. તાજેતરમાં જ નદીમાંથી 600 ટન કચરો દુર કરવામાં આવ્યો છે.. પરંતુ હજુ પણ ગંદુ પાણી સીધુ જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.. જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર છે.. હાઈકોર્ટે સીઈટીપીએસને તાત્કાલિક ટેક્નિકલ સુધારાઓ અને સઘન મોનિટરિંગ સાથે પ્રદુષણ નિયંત્રણના પગલા લેવા સૂચના આપી છે..





















