શોધખોળ કરો
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાત રિઝન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. 27, 28, 29 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની તીવ્ર સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
અમદાવાદ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
આગળ જુઓ




















