Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો. ઠક્કરબાપાનગર વિસ્તારના ભાજપ ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકોએ હાય હાયના નારા લગાવ્યા. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો અને આરોપ લગાવ્યો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી. કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. સ્થાનિકોની માગ છે કે, જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય.વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખ્યા બાદમાં જ રોડ બનાવવામાં આવે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી..




















