(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદનો પ્રારંભ, કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. SG હાઇવે પર ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ. કાળા વાદળો વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વાદળ અને વરસાદી માહોલમાં વિઝિબીલીટી પર જોવા મળી અસર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં સવારથી પ્રહલાદનગર, વાસણા, આનંદનગર, થલતેજ, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
મધ્ય પ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમન ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું (rain)અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી જાહેર કરી છે. સૌરાષ્ટ્રના છ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. તો 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.