Strong dust storm hits Ahmedabad : અમદાવાદમાં ભરઉનાળે 'મીની વાવાઝોડા' જેવી પરિસ્થિતિ
અમદાવાદ શહેરમાં ફુંકાયું ભારે વાવાઝોડું.. શહેરભરના વિસ્તારોમાં જોવા મળ્યો મીની વાવાઝોડા જેવો માહોલ.. જરા જુઓ આ દ્રશ્યો.. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના. જ્યાં સાંજ પડતાની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો. સાયન્સ સિટી રોડ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જજીસ બંગલો, બોપલ, શેલા, નારોલ, બાપુનગર, ઓઢવમાં ભારે પવન ફુંકાતા ધુળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું.. જોરદાર પવન ફુંકાતા વાવાઝોડાની માફક પવન ફુંકાયો. પવન ફુંકાતા સાયન્સ સિટી વિસ્તારમાં બોર્ડ ધરાશાયી થયું.. જ્યારે ભદ્ર પ્લાઝા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું.. થલતેજ વિસ્તારમાં પણ ભારે પવન ફુંકાતા અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા. ભારે પવનની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ વરસ્યા. તો પાલડીમાં કરા સાથે વરસાદ વરસ્યો. વાતાવરણમાં અચાનકથી આવેલા પલટાથી વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ગઈ. વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.





















