Vadodara Ahmedabad highway traffic: વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. દેણા ચોકડી પાસે પાંચથી સાત કિમી સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, દેણા ચોકડી પાસે હાઈવે પર મસમોટા ખાડા હતા. છેલ્લા 1 મહિનાથી રોજે રોજ ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે. પાંચથી સાત કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો. દેણા ચોકડી પાસે હાઇવે પર મોટા ખાડાઓથી ટ્રાફિક જામ સર્જાયો હતો. તે સિવાય હાલોલ ભાજપ ઉપ પ્રમુખની ગાડીને પણ અકસ્માત નડ્યો હતો. વાપીથી વડોદરાનો સાત કલાકનો રસ્તો છે પરંતુ હાઈવે પર ખાડા હોવાના કારણે હાલમાં વાહનો 24 કલાકમાં પહોંચી રહ્યા છે.
વાહન ચાલકોની ફરિયાદ છે કે રોડ રસ્તાના ઠેકાણા નથી પરંતુ ભારે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. વાહચાલકોએ કહ્યું હતું કે વાપીથી ગુજરાતમાં આવીએ ત્યાંથી જ હાઇવે બિસ્માર છે.



















