Gujarat Rain Update: આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ ? જુઓ અહેવાલ
Gujarat Rain Update: આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ ? જુઓ અહેવાલ
Gujarat Rain Update: આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો. આજે પારડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો તો ભેંસાણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો, ખેરગામમાં અઢી ઈંચ, વ્યારામાં 2.28 ઈંચ, જૂનાગઢમાં 2.9 ઈંચ, જૂનાગઢમાં 2.09 ઈંચ, વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ, સોનગઢમાં 1.73, મહુવામાં 1.54 ઈંચ,વલસાડમાં 1.42 ઈંચ, પલસાણામાં 1.38 ઈંચ, વાલોડમાં 1.38 ઈંચ, વઘઈમાં 1.38 ઈંચ, નવસારીમાં 1.26 ઈંચ, વાંસદામાં 1.22 ઈંચ,બારડોલીમાં 1.18 ઈંચ, વાપીમાં 1 ઈંચ, કામરેજમાં 1.06 ઈંચ, ડોલવણમાં એક ઈંચ, સુબીર, અમરેલીમાં એક-એક ઈંચ, આજે ડાંગ,ચીખલી, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.
અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી, બપોરના સમયે ઘેરા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં વિઝિબિટીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોએ વાહનોની ગતિ ધીમી કરવાની ફરજ પડતાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રાફિર અવરોધાયો હતો. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણ ખુશનૂમા બન્યુ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.
અડધા કલાકના વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, સોલા, પકવાન, નવરંગપુરા, અખબારનગર, રાણીપ, વાડજ, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ બોપલ, પૂર્વના શાહીબાગ, મણિનગર, પાલડી, મેઘાણીનગરમાં વરસાદ વરસતાં અનેક રોડ પાણી પાણી થઇ ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી 25 ઓગસ્ટથી વરસારનું જોર વધશે,. અમદાવાદમાં પણ 25થી 28 વચ્ચે વરસાદનું પ્રમાણ વધશે અને ઓગસ્ટના અંત સુધી મધ્યમ વરસાદ વરસતો રહેશે.





















