Bhavnagar BJP Politics: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર, આ નેતાને ફટકારી શિસ્તભંગની નોટિસ
Bhavnagar BJP Politics: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર, આ નેતાને ફટકારી શિસ્તભંગની નોટિસ
ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ ચરમ સીમા પર પહોંચ્યો છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયાનો ભાજપે શિસ્તભંગની નોટિસ ફટકારી છે. તો ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા શિસ્તભંગની નોટિસ તેમને ફટકારવામાં આવી છે. સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો ધારાસભ્ય પર તેમણે આરોપ લગાવ્યો હતો. કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાનો આરોપ જાહેર મંચ ઉપરથી તેમની ઉપર લગાવ્યો હતો. ત્યારે ભાવનગર જિલ્લા પ્રમુખે નોટિસ ફટકારી અને હવે ખુલાસો માંગ્યો છે ભાજપમાં જે વિવાદ ભાવનગરમાં સામે આવ્યો છે તે હવે ચરમ સીમા પર પહોંચ્યો છે.
















