Big Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp Asmita
Big Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp Asmita
દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરોમાં ઘટાડો કરીને દેશના કરોડો હોમ લોન ખરીદનારાઓને મોટી રાહત આપી છે. RBI MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયા છે. RBI એ લગભગ 56 મહિના પછી એટલે કે મે 2020 પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે. લગભગ બે વર્ષ પછી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023 થી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી. ખાસ વાત એ છે કે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આ પહેલી આરબીઆઈ મોનેટરી પોલિસી મીટિંગ છે. જેમાં તેમણે પ્રથમ વખત સામાન્ય લોકોને મોટી રાહત આપી છે.





















