EXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!
રાજ્યના ધારાસભ્યો માટે ગાંધીનગરના સેકટર 17માં બની રહેલા લક્ઝુરીયસ આવાસનો ખર્ચ વધી શકે છે. ધારાસભ્યોના આવાસનું નક્કી કરેલું ઇન્ટીરીયર વિધાનસભાની સદસ્ય નિવાસ કમિટીને પસંદ ન આવતા ઇન્ટીરીયર ડિઝાઇનનું કામ ખાનગી કંપનીને સોંપવાનું નક્કી કરાયું છે. રૂપિયા 200 કરોડના ખર્ચે ગુજરાતના ધારાસભ્યો માટે બની રહેલા આધુનિક સુખ-સુવિધાથી સજ્જ સરકારી આવાસનો ખર્ચ હવે વધીને 300 કરોડ થાય તો નવાઈ નહિ. સેકટર 17માં 28 હજાર ચોરસમીટર જગ્યામાં ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યામાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને 216 ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. 9 માળના 12 બ્લોક અને દરેક માળ પર 2 ફ્લેટ તૈયાર થઈ રહ્યા છે. તમામ ફ્લેટ માટે સરકારી આર્કિટેક દ્વારા આલીશાન ઇન્ટીરીયર તૈયાર કરાયું હતું. અને તે મુજબ સેમ્પલ હાઉસ રેડી કરાયું છે. જોકે વિધાનસભાની સદસ્ય આવાસ સમિતિને આ ઇન્ટીરીયર પસંદ નથી આવ્યું. પરિણામે હવે ખાનગી આર્કિટેક્ટને ઇન્ટીરીયર એટલે કે ધારાસભ્યોના આવાસની સાજ-સજાવટનું કામ સોંપવાનું નક્કી કરાયું છે. જેની પાછળ 84 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે...