Gujarat Road Closed: ભારે વરસાદના કારણે રાજ્યના 480 માર્ગ બંધ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ કચ્છ તરફ ફંટાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના 480 માર્ગ બંધ કરવી ફરજ પડી છે. 2 નેશનલ હાઈવે અને 6 સ્ટેટ હાઈવે બંધ કરવામા આવ્યાં છે. પંચાયત હસ્તકના 465 રોડ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 185 માર્ગ પ્રભાવિત થયા છે. સુરતના 41, મહીસાગરના 39 માર્ગ બંધ થયા છે. નવસારીના 30, પોરબંદરના 24 માર્ગ બંધ થયા છે.
ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ પડ્યો છે.



















