Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા
સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા તાલુકાના વનાળા ગામે યુવકની હત્યા કરવામાં આવી છે આ બનવા અંગે મળતી માહિતી મુજબ વનાળા ગામના હરેશભાઇ સરવૈયા નામના યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા. હરેશ સરવૈયા નામના યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો. યુવકની હત્યા બાદ પોલીસે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હરેશ પ્રેમિકાને મળવા ગયો હતો. ત્યારે જ તેને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાંખવામાં આવ્યો. મૃતકના પરિવારજનોએ પ્રકાશ સરવૈયા, જિવણ સરવૈયા અને ચિરાગ સરવૈયા નામના ત્રણ આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.. તો પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડી કાર્યવાહી શરુ કરી છે..

















