Aaj no Muddo: કુરિવાજો સામે સમરસતાની જીત
ઘર, ગામ અને સમાજ તેની કિંમત શું હોય તે જે દૂર હોય તે જ સમજી શકે. અને આવા જ 300 લોકોને આજે ફરી તેનું ઘર મળ્યું છે. ફરી થયું છે પૈતૃક ગામમાં પુનર્વસન. બનાસકાંઠાના પીપોદરામાં 12 વર્ષે 300 લોકોનું પોતાના પૈતૃક ગામમાં થયું પુનર્વસન. કુરિવાજ ચડોતરું સામે થઈ સામાજિક સમરસતાની જીત. સરકાર અને પોલીસની મહેનત રંગ લાવી. સરકારે મકાન તેમજ ખેતીની જમીન કરી આપી વ્યવસ્થિત.
અને આ એક ઐતિહાસીક ઘટના બરાબર એટલા માટે કારણકે આપણા સમાજમાં અનેક કુરિવાજો છે અને આવાજ કુરિવારજોની હાર અને સામાજિક સમરસતાની જીત થઈ છે. બનાસકાંઠાનં પીપોદરા ગામ કે જ્યાં આજે 29 આદિવાસી પરિવારોનું ફરી પુનર્વસન કરાવવામાં આવ્યું. અને આની પાછળની કહાની છે ખૂબ રસપ્રદ.
ખુદ બનાસકાંઠા પોલીસે રસ લઈ વિસ્થાપિતો સમુદાયની માહિતી મેળવી સંપર્ક કર્યો અને તેને ફરી વસાવવા માટે વેરાન બનેલી જમીનને ખેતીલાયક બનાવી. પરિવારોને ઘર આપ્યા...તમામને વીજળી કનેક્શન સહિતની તમામ સુવિધાઓ પણ અપાશે. એટલુ જ નહીં ગામમાં વિવિધ કાર્યક્રમો, લગ્ન અને તહેવારો માટે એક નવો કોમ્યુનિટી હોલ, ગામમાં સીસીટીવી એપ્રોચ રોડ અને એલઈડી સ્ટ્રીટ લાઈટ પણ.
















