(Source: ECI | ABP NEWS)
Radhanpur Accident: રાધનપુર નજીક પાંચ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
પાટણના રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત. એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર થતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે ઈજાગ્રસ્ત 15 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈજાગ્રસ્તો પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર છે. મોટી પીપળી નજીક સવારે એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત થયો. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટ્યા. તમામ વાહનોમાં પણ ભારે નુકસાન થયું. અકસ્માતની ઘટનાના સમાચાર મળતા ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હોસ્પિટલ દોડી આવ્યા. નેશનલ હાઈવે ઓથોરિટી પર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે રસ્તા પરના ખાડાઓ પૂરવા અંગે મે નેશનલ ઓથોરિટીને અગાઉ પણ રજૂઆત કરી હતી. હાઈવે પર ડાયવર્ઝન મુકેલુ હતુ.. જેથી એક બાજુ વાહનો ચાલતા હતા.. જેને લઈને આજે આ અકસ્માત થયો.. આ ખાડારાજ ચાલશે નહીં.તાત્કાલિક ખાડા પુરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે.. હાલ તો પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને FSLની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી.




















