Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના નિયમોનું ભંગ કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના નિયમોનું ભંગ કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી. થાન બાદ હવે ચોટીલાની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું.
થાનગઢની આશીર્વાદ હોસ્પિટલની ઘટનાને લઈને ચોટીલા પ્રાંત અધિકારી એકસનમાં. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા ખાતે આવેલી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ને સીલ કરવામાં આવ્યું. બે દિવસ પહેલા થાનની હોસ્પિટલમાં પણ સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું અને બે સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના નિયમોનું ભંગ કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી. થાન બાદ હવે ચોટીલાની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં દરોડો પાડ્યો. તપાસ દરમિયાન હોસ્પિટલમાં 12 જેટલા નિયમોનો ભંગ કરાતો હતો. સોનોગ્રાફી મશીનના નિષ્ણાંત ઓપરેટરો ન હતા..દર્દીના ફોર્મમાં દર્શાવેલી વિગતો પણ અપૂરતી હોવાથી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું. થોડા દિવસ પહેલા થાનગઢની આશીર્વાદ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ મરાયું હતું.


















