Ambalal Patel Forecast | ક્યાં ખાબકશે પાંચ ઈંચથી વધુ વરસાદ?, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જોકે, રાજ્યમાં હવે વરસાદની ગતિમાં ઘટાડો થશે.
તેમણે કહ્યું હતું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા વરસશે. ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા છે. 12થી 22 સપ્ટેમ્બર વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાશે. પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. સિસ્ટમ ફંટાતા હવે એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.