Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન
ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના ધારાસભ્યના પત્ની ભૂલ્યા ભાન. અમરેલી જિલ્લાના ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકીલાબેન કાકડીયાનો વિડિયો આવ્યો ચર્ચામાં. જિલ્લા પંચાયતના ફોર્મ ભરતા સમયે કોકીલાબેન કાકડીયાએ આપેલા નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં ભાજપ સરકાર અંગે વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યા. વીડિયોમાં તેમણે 'વિધર્મી' તત્વોના નાશ સંદર્ભે વાત કરી.. જેને લઈ રાજકીય વિવાદ થવાની શક્યતા છે.. કોકીલાબેને પોતાના નિવેદનમાં સરકારને લઈને કડક શબ્દો વાપર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે.. વિડિયો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. તો બીજી તરફ વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે.

















