Mahisagar Home Collapse : ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત
Mahisagar Home Collapse : ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત
મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદને લઈને ખાનપુર તાલુકામાં મકાન ધરાશાયી. ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે કાચું મકાન ધરાસાઈ થતાં કાટમાળમાં દબાઈ જવાના કારણે એક વૃદ્ધનું મોત. ભારે પવન સાથે વરસાદને લઈ અને રાત્રે મકાન પડ્યું હતું અને અંદર સૂતેલ એક વૃદ્ધનું મોત નિપજ્યું. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો કરતાં ઘરે પહોંચ્યા તંત્રને જાણ કરવામાં આવી.
અમદાવાદમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી
અમદાવાદમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. બે મહિલા મકાનના કાટમાળ નીચે દટાઇ હતી. 30 વર્ષીય મહિલાનું મોત થયું હતું જ્યારે એક મહિલાનો બચાવ થયો હતો. જર્જરિત મકાન અંગે AMCએ તપાસ શરૂ કરી હતી




















