Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે, આજે ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરી અધિકારીઓ પર ગિન્નાયા હતા. શંકર ચૌધરીએ અધિકારીઓને જવાબદારીઓ અને મંત્રી સાથેના તાલમેલને લઇને ટકોર કરી હતી. અધ્યક્ષે ટકોર કરતાં કહ્યું કે, અધિકારીઓને માત્ર અહીં બેસવા માટે નથી હાજર રખાતા, તેઓની મંત્રીઓ માટે માહિતી પહોંચાડવાની પણ જવાબદારી છે.
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો અંતિમ દિવસ છે, આજે ગૃહની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીને ટકોર્યા હતા. વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓને આડેહાથે લેતા કહ્યું હતુ કે, માત્ર મુક પ્રેક્ષક તરીકે બેસવા અહીં નથી આવવાનું. જવાબ આપવાની જવાબદારી માત્ર મંત્રીઓની નથી. અધિકારીઓએ પણ મંત્રીઓ માટે બ્રિફિંગ તૈયાર કરવાનું હોય છે. અધ્યક્ષે વધુમાં જણાવ્યુ હતુ કે, મંત્રીઓને તાત્કાલિક માહિતી પહોંચાડવાની જવાબદારી અધિકારીઓની છે, અધિકારીઓને અહીં માત્ર બેસવા માટે નથી હાજર રખાતા. ગૃહની કાર્યવાહી દરમિયાન શંકર ચૌધરીએ અધિકારીઓને તેમની જવાબદારીઓને લઇને ખખડાવ્યા હતા.





















