Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા
સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા થઈ શકે છે. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની તપાસ કરવામાં આવશે. શનિ-રવિવારે પણ ફાઈલોની તપાસની કામગીરી ચાલી હતી. જમીનને લગતી ફાઈલોમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે. સોલાર પ્લાંટની મંજૂરી,જમીન સંપાદનની ફાઈલોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. લીઝ પર આપેલી જમીન ફાળવણીની ફાઈલો ઈડી સમક્ષ રજૂ કરાશે. સોલાર પ્લાંટ માટે કેટલી ફાઈલો NA થઈ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. કયા હેતુ ફેર માટે જમીનની મંજૂરી આપવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે.
ચાર સામે એસીબીએ નોંધી ફરિયાદ
આ કૌભાંડમાં EDની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુર ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અને લાંચના આરોપ હેઠળ FIR નોંધી છે. આ કાર્યવાહી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કલેક્ટર રાજેન્દ્ર પટેલને પદભ્રષ્ટ કરીને તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગને સોંપી દીધી છે અને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ હાલ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આ કૌભાંડમાં દલાલોના નામ અને કમિશનની વિગતો લખેલા કાગળો પણ મળી આવ્યા છે.

















