Junagadh BJP VS BJP: જૂનાગઢમાં ભાજપ VS ભાજપ, પૂર્વ મંત્રીની સામે ભાજપના ધારાસભ્ય આવ્યા મેદાને
જૂનાગઢ ભાજપમાં જબરદસ્ત ભાંજગડ શરૂ થઈ ચુકી છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થઈ મંત્રી રહી ચુકેલા જવાહર ચાવડાની સામે ભાજપના જ ધારાસભ્ય જંગે ચઢ્યા છે. ચાવડા અને લાડાણી વચ્ચેના આ જંગની રણભૂમિ બની રહ્યું છે સોશિયલ મીડિયા. બેરોજદારીને લઈને આવતીકાલથી ઝુંબેશ ચલાવવાની જવાહર ચાવડાએ ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, તો ફેસબૂક લાઈવ કરી અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની બેરોજગારીની ઝૂંબેશને નાટક ગણાવ્યું. જવાહર ચાવડા માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે, અગાઉ ચાવડા માણાવદરથી કૉંગ્રેસની ટિકિટ પર અને ત્યારબાદ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, જોકે, 2022માં ચાવડા ભાજપની ટિકિટ પર માણાવદરથી કૉંગ્રેસના લાડાણી સામે ચૂંટણી હાર્યા હતા. જોકે, ત્યારબાદ સમીકરણો બદલાયા અને લાડાણી ભાજપમાં જોડાયા.2024ની પેટાચૂંટણીમાં અરવિંદ લાડાણી ફરી ધારાસભ્ય બન્યા..બસ અહીંથી જ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ બંને નેતાઓ વચ્ચેનો જંગ શરૂ થયો.. ત્યારે જોઈ લઈ ભાજપના જ બંને નેતાઓ વચ્ચેનો સોશિયલ વૉર..















